ગુજરાતમાં 100 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી: 17 જુલાઈથી ઓનલાઈન અરજી, નવેમ્બરમાં પરીક્ષા
ગુજરાતમાં 100 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી: 17 જુલાઈથી ઓનલાઈન અરજી, નવેમ્બરમાં પરીક્ષા
Published on: 15th July, 2026

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી જાહેર કરાઈ છે. ઉમેદવારો 17 જુલાઈ 2026 થી 31 જુલાઈ 2026 સુધી OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા નવેમ્બર 2026 માં સંભવિત છે. કુલ 100 જગ્યાઓ પૈકી વિવિધ વર્ગો માટે અનામત રાખવામાં આવી છે, જેમાં દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે પણ નિયમાનુસાર અનામતનો સમાવેશ થાય છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.