અયોધ્યા રામ મંદિર: 40 દાનપેટીમાંથી ચોરી, 2 કિલો સોનાની ગદા ગુમ
અયોધ્યા રામ મંદિર: 40 દાનપેટીમાંથી ચોરી, 2 કિલો સોનાની ગદા ગુમ
Published on: 17th June, 2026

અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો વિવાદ સામે આવ્યો છે, જેના પગલે SIT દ્વારા તપાસ શરૂ કરાઈ છે. મંદિરમાં દાનની ગણતરી કરનારા આશરે 43 કર્મચારીઓની SIT પૂછપરછ કરી શકે છે. અહેવાલો મુજબ, દાનપેટીમાંથી જ નાણાં ચોરી કરવામાં આવ્યા છે, જેમાં 40 જેટલી દાનપેટીઓનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન પાંચ કર્મચારીઓ પાસેથી બે કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા છે. CCTV ફૂટેજમાં ચોરી કરતા ઝડપાયેલા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. SIT 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. સોના-ચાંદીની જ્વેલરીની ચોરીની પણ ચર્ચા છે, જેમાં 2 કિલોની સોનાની ગદા ગુમ થયાનો પણ ઉલ્લેખ છે.