સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી: બે બાળકોમાં લક્ષણો
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી: બે બાળકોમાં લક્ષણો
Published on: 15th July, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે બાળકોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. કચ્છના ગળપાદર ગામમાં પણ 10 વર્ષના બાળકમાં આવા લક્ષણો જણાયા છે. ત્રણેય બાળકોના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને જાગૃતિ અભિયાન તેજ બનાવ્યું છે, લોકોને મચ્છરોથી બચવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. અત્યાર સુધી રાજ્યમાં 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 7 ની પુષ્ટિ થઈ છે અને 3 મોત થયા છે.