ખેડાના ભગુપુરામાં ફૂડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; ફેક્ટરી બંધ હોવાથી જાનહાની ટળી; મેજર કોલ જાહેર.
ખેડાના ભગુપુરામાં ફૂડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; ફેક્ટરી બંધ હોવાથી જાનહાની ટળી; મેજર કોલ જાહેર.
Published on: 29th July, 2025

ખેડાના ગોરપુરા સીમમાં હોલસમ ફૂડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અમદાવાદ સહિત અનેક ફાયર ફાઈટરોએ 10 કલાક બાદ આગ કાબૂમાં લીધી. કંપની ફ્રુટ પ્રોવિઝન, શાકભાજી અને ફાસ્ટ ફૂડ આઈટમો બનાવતી હતી. રવિવાર હોવાથી જાનહાની ટળી. ફાયર સેફ્ટી વગરની કંપની સામે પગલાં લેવા સ્થાનિકોની માંગ. પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા.