બલોલનગર ઓવરબ્રિજ 'મોત'નો પંજો: વળાંક પર બાઈક ડિવાઈડર સાથે અથડાઈ.
બલોલનગર ઓવરબ્રિજ 'મોત'નો પંજો: વળાંક પર બાઈક ડિવાઈડર સાથે અથડાઈ.
Published on: 15th May, 2026

અમદાવાદના રાણીપ વિસ્તારનો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે 'મોત'નો ઓવરબ્રિજ બની ગયો છે. મોડી રાત્રે ઓવરસ્પીડ બાઈક વળાંક પર ડિવાઈડર સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પડતા ચાલકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું. છેલ્લા ૧૦ દિવસમાં આ બીજો જીવલેણ અકસ્માત છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા ચિંતાજનક છે.