રાજકોટ KKV હોલ પાસે બોલેરોની ટક્કરથી કાર પલટી, મોટી જાનહાનિ ટળી.
રાજકોટ KKV હોલ પાસે બોલેરોની ટક્કરથી કાર પલટી, મોટી જાનહાનિ ટળી.
Published on: 15th May, 2026

રાજકોટમાં કેકેવી હોલ સર્કલ પાસે બેફામ બોલેરોએ કારને ટક્કર મારતા કાર પલટી ખાઈ ગઈ. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર પલટી મારી ગઈ હતી અને કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. જોકે, સદ્દનસીબે કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો છે. એરબેગ્સ અથવા નસીબજોગે મોટી ઈજાઓથી બચાવ થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.