બલોલનગર બ્રિજ પર બાઇક સવારનું મોત, સુરક્ષા પર સવાલો
બલોલનગર બ્રિજ પર બાઇક સવારનું મોત, સુરક્ષા પર સવાલો
Published on: 15th May, 2026

અમદાવાદના બલોલનગર બ્રિજ પર બાઇક ચાલક જોખમી વળાંક પર કાબૂ ગુમાવી નીચે પટકાયો. પથ્થરો પર પડવાથી માથામાં ગંભીર ઇજા થતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. છેલ્લા એક અઠવાડિયામાં આ બીજા અકસ્માતમાં ત્રીજા વ્યક્તિનો ભોગ લેવાતા બ્રિજની ડિઝાઈન અને સુરક્ષા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.