પાલિતાણા ACB: મહિલા મોરચા પ્રમુખના ભ્રષ્ટાચાર તપાસ શરુ.
પાલિતાણા ACB: મહિલા મોરચા પ્રમુખના ભ્રષ્ટાચાર તપાસ શરુ.
Published on: 05th May, 2026

પાલિતાણા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ લોન મંજૂરી માટે ૩૦ હજાર માંગ્યાનો વિડિઓ વાયરલ થયો. ભાવનગર ACBએ ભ્રષ્ટાચારના આ મામલે તપાસ શરૂ કરી છે. ભાજપે આ મહિલા કર્મચારીને પાલિતાણા મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા બાદ ACBની કાર્યવાહીથી ચકચાર મચી છે. ACB PI રીઝવીએ જણાવ્યું કે, નગરપાલિકામાં મહિલાનું નિવેદન લેવાયું.