સુરતમાં 41 વર્ષીય યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર.
વેલંજાના 41 વર્ષીય સુપરવાઈઝર સાથે મુંબઈની યુવતી અને પરિવારે લગ્નનું નાટક રચી લાખોની ઠગાઈ કરી. લગ્ન મંડપમાં જ 2 લાખ પડાવ્યા બાદ, 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈને લૂંટેરી દુલ્હન ફરાર. હવે યુવક પાસે દર મહિને 50 હજારની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે. ઉત્રાણ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં 41 વર્ષીય યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર.
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, 'વંદે માતરમ્'ના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ.
ગાંધીનગરમાં કમલમ ખાતે ગઈકાલે (4 મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટરજીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.
બંગાળ જીતની ઉજવણીમાં જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો, 'વંદે માતરમ્'ના રચયિતાનું નામ ખોટું લેતા વિવાદ.
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
અમેરિકાના સમય મુજબ બપોરે 3:30 વાગ્યે વ્હાઇટ હાઉસની બહારના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો. જ્યારે અધિકારીઓએ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિ ભાગવા લાગ્યો અને અચાનક બંદૂક કાઢીને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં તે વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક સગીર રાહદારી (બાળક) પણ ઇજાગ્રસ્ત થયો હતો.
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
આજે પાંચમી મે, 2026ની વહેલી સવારથી રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
વડનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી, લાશો ઘરમાં દાટી દીધી. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસ તપાસમાં જમીન ખોદકામ કરતા બે માનવ કંકાલ મળ્યા. મૃતક યુવતીના દાદાએ ઘરકામ બાબતે ઝઘડા બાદ હત્યાની ફરિયાદ નોંધાવી.
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
સુરતના વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારી માટે વપરાયેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવટી હતું. જો આરોપો સાબિત થશે, તો તેમનું કોર્પોરેટર પદ જોખમમાં મુકાઈ શકે છે. પોલીસ તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આરોપ.
રાજકોટ મનપા:2 ડઝન વિસ્તારો રેડ સ્પોટ જાહેર
પ્રેમસંબંધમાં જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યા, માતા પણ કચડાઈ.
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પાંચ રાજ્યોમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મળેલી બહુમતીની ઉજવણી. કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી, 'શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો. શહેર પ્રમુખ અને અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી.
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
પોરબંદરમાં નિષ્ઠુર માતાનું પાપ, બાળકને દાટી દીધું, ત્રણ સામે ગુનો.
પોરબંદરમાં પરીણિતાના અનૈતિક સંબંધ બાદ જન્મેલા બાળકને દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ માસથી રિસામણે બેઠેલી મહિલાએ પ્રેમી સાથે સંબંધ રાખ્યા બાદ બાળકીને જન્મ આપ્યો હતો. પોતાના પાપને છુપાવવા માટે તેણે બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હતું. પતિની ફરિયાદ પરથી પોલીસે માતા, તેની માતા અને પ્રેમી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં નિષ્ઠુર માતાનું પાપ, બાળકને દાટી દીધું, ત્રણ સામે ગુનો.
અમરેલીમાં માતાની હત્યા, પુત્રનું અપહરણ, LCB દ્વારા બચાવ.
SG હાઈવે પર બ્રિજ જૂનથી ખુલશે, સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધી સરળ મુસાફરી.
SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી શહેરીજનોને રાહત આપશે.
SG હાઈવે પર બ્રિજ જૂનથી ખુલશે, સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધી સરળ મુસાફરી.
પંચમહાલ અકસ્માત: સુરતથી પરત ફરતા પરિવારનો કરુણ અંત.
અરવલ્લીમાં કમોસમી વરસાદ, પાકને નુકસાનની ભીતિ.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું એક પાર્સલ અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલવા છતાં ત્યાં પહોંચ્યું નહોતું. આ ઘટનામાં છેતરપિંડીનો આરોપ છે અને પોલીસે અકાશા એર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ થી બેંગ્લોર રૂ. 2.57 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ.
'વતનપ્રેમ' યોજના ફ્લોપ: વિદેશી ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવ્યો
ગુજરાતના ગામડાઓના કાયાકલ્પ માટે વર્ષ 2021માં મોટી જાહેરાતો સાથે શરૂ કરવામાં આવેલી 'વતન પ્રેમ યોજના' હાલ તેના અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવું જણાય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કરોડોનું બજેટ તિજોરીમાં વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે દર્શાવે છે કે આ મહત્વાકાંક્ષી યોજના વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓને આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે. માતૃભૂમિના વિકાસમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સહભાગી બને તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ વિકાસ કામો માટે 60% રકમ દાતાએ અને 40% રકમ રાજ્ય સરકારે આપવાની જોગવાઈ હતી.
'વતનપ્રેમ' યોજના ફ્લોપ: વિદેશી ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવ્યો
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારતા સુરતના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પરિવાર વાસ્તુ પૂજન માટે વતન જઈ રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
રાજકોટ: 20 બાળકો કેન્સર, 20 થેલેસેમિયા ગ્રસ્ત, 783 માં એનીમિયા લક્ષણો.
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કર-રોલર ટક્કર, ટ્રાફિકજામ.
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા ટોલનાકા પાસે રોડ કામ કરતા રોલર, ટ્રેક્ટર અને પેટ્રોલિયમ ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનું ટાયર નીકળી ગયું અને રોલર પણ પલટી મારવાની સ્થિતિમાં આવી ગયું. સદનસીબે જાનહાનિ ટળી, પણ 2 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિકજામ સર્જાયો. NHAI અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કર્યો.
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કર-રોલર ટક્કર, ટ્રાફિકજામ.
ગુજરાતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસ વધ્યા.
અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઉલ્ટી, કમળા અને ટાઈફોઈડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તપાસમાં પાણીના નમૂના અનફ્ટિ અને ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે. ગરમીમાં બેક્ટેરિયાની વૃદ્ધિથી રોગોનું જોખમ વધ્યું છે.
ગુજરાતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસ વધ્યા.
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તામિલનાડુનો ગણેશ થનગાવેલ નામનો ઠગ બોગસ આધારકાર્ડ અને નકલી પેઢી બનાવી વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. તેણે 10 કરોડ રૂપિયાની સાડીઓ મેળવી અને ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
દેશમાં વિધાનસભા ચૂંટણીના વિજય બાદ PM મોદી 11મી મેએ ગુજરાત આવશે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સ્થાપનાના 85 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. આ મુલાકાતને લઈને સોમનાથમાં તૈયારીઓ તેજ કરાઈ છે. હેલિપેડ, વીજ પુરવઠો, ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-શૉ રૂટ પર સ્વચ્છતા જેવી વ્યવસ્થાઓનું આયોજન કરાઈ રહ્યું છે. કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
અમદાવાદ સબ રજીસ્ટ્રાર લાંચકાંડ: ACBએ 2.50 લાખ સાથે 4 ઝડપ્યા.
અમદાવાદના નરોડા સબ રજીસ્ટ્રાર-6 કચેરીમાં ACBએ લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે. જમીન દસ્તાવેજના કામ માટે રૂ. 2.50 લાખની લાંચ માંગતા સબ રજીસ્ટ્રાર આકાશ દેસાઈ અને સ્ટાફ સાથે ખાનગી વ્યક્તિઓને ACBએ ટ્રેપ ગોઠવી ઝડપી લીધા. આરોપીઓ WhatsApp Call દ્વારા સેટિંગ કરતા હતા. ACBએ રૂ. 2.50 લાખ રિકવર કરી ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સબ રજીસ્ટ્રાર લાંચકાંડ: ACBએ 2.50 લાખ સાથે 4 ઝડપ્યા.
SBI બેંક લૂંટના 2 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા.
સુરત SBI બેંકની 50 લાખની લૂંટના આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડાથી ઝડપાયા. ક્રાઈમ બ્રાંચે બે આરોપી શુભમ કુમાર અજિત ઠાકુર અને વિકાસસિંઘ અરુણકુમારસિંઘને પકડી પાડ્યા. બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ સુરત લાવી રહી છે. આ લૂંટ 27 એપ્રિલે ધોળે દિવસે SBI બેંક, વરાછામાં થઈ હતી.
SBI બેંક લૂંટના 2 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા.
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ.
ભાવનગરમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. છેલ્લા 16 માસમાં 24366 લોકોને શ્વાન કરડ્યા છે. રોજ સરેરાશ 50થી વધુ લોકોને શ્વાન બટકા ભરે છે. શહેરના બોરતળાવ, વડવા, ઘોઘા જકાતનાકા, સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર, કુંભારવાડા, તખ્તેશ્વર, વાઘાવાડી રોડ, કાળાનાળા, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાની વધી છે.
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ.
ભાવનગર ધો.12 સાયન્સ પરિણામમાં 1.83% વધારો.
ભાવનગર જિલ્લાનું ધો.12 સાયન્સનું પરિણામ 1.83% વધીને 92.65% થયું છે, જે ગત વર્ષના 90.82% કરતા વધુ છે. A1 ગ્રેડ મેળવનાર તેજસ્વી તારલાઓની સંખ્યા 35 થી વધી 64 થઇ છે. કુલ 5570 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 451 નાપાસ થયા છે. યુનિવર્સિટીમાં બેઠકો ખાલી રહેશે તેવી સ્થિતિ હોવા છતાં, તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહેશે.
ભાવનગર ધો.12 સાયન્સ પરિણામમાં 1.83% વધારો.
પાલિતાણા ACB: મહિલા મોરચા પ્રમુખના ભ્રષ્ટાચાર તપાસ શરુ.
પાલિતાણા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ લોન મંજૂરી માટે ૩૦ હજાર માંગ્યાનો વિડિઓ વાયરલ થયો. ભાવનગર ACBએ ભ્રષ્ટાચારના આ મામલે તપાસ શરૂ કરી છે. ભાજપે આ મહિલા કર્મચારીને પાલિતાણા મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા બાદ ACBની કાર્યવાહીથી ચકચાર મચી છે. ACB PI રીઝવીએ જણાવ્યું કે, નગરપાલિકામાં મહિલાનું નિવેદન લેવાયું.
પાલિતાણા ACB: મહિલા મોરચા પ્રમુખના ભ્રષ્ટાચાર તપાસ શરુ.
ભાવનગર મેયર પદ: રેસ તેજ, લોબિંગ ચરમસીમાએ!
ભાવનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે 'જનરલ મહિલા' અનામત હોવાથી ભાજપની મહિલા નગરસેવિકાઓમાં ભારે સ્પર્ધા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ખેંચતાણ ચાલી રહી છે. 44 માંથી 23 મહિલા નગરસેવિકાઓ દાવેદાર છે. પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લીધો છે, હવે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે. સ્થાનિક સંગઠન અને નેતાઓ પોતાના જૂથને સ્થાન અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. મેયર માટે વર્ષાબા પરમાર, વૈશાલીબેન કનાડિયા, હીરાબેન કુકડીયા, ભાવનાબેન ત્રિવેદી, શીતલબેન જોષીના નામ ચર્ચામાં છે.