ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન'.
Published on: 05th May, 2026

અમેરિકાના સમય મુજબ બપોરે 3:30 વાગ્યે વ્હાઇટ હાઉસની બહારના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો. જ્યારે અધિકારીઓએ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિ ભાગવા લાગ્યો અને અચાનક બંદૂક કાઢીને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં તે વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક સગીર રાહદારી (બાળક) પણ ઇજાગ્રસ્ત થયો હતો.