દીવમાં INS ખુખરી મેમોરિયલ નજીક ફિશિંગ બોટ દરિયાના ભાઠા પર ફસાઈ
દીવમાં INS ખુખરી મેમોરિયલ નજીક ફિશિંગ બોટ દરિયાના ભાઠા પર ફસાઈ
Published on: 13th September, 2026

દીવના વણાંકબારા બંદરેથી માછીમારી માટે નીકળેલી ફિશિંગ બોટ INS ખુખરી મેમોરિયલ નજીક દરિયાઈ ભાઠા (પથ્થરો) પર ફસાઈ ગઈ હતી. ટંડેલ અને 6 ખલાસીઓ સહિત કુલ 7 લોકોને સ્પોર્ટ્સ રાઈડ્સ ડફરોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ડેપ્યુટી કલેકટર, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક માછીમારોની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બોટને પથ્થરોથી થયેલા નુકસાનને કારણે માલિક ચિંતિત છે.