પ્રી-સ્કૂલની વેનમાં ભેજના લીધે ધુમાડાનું એલર્ટ મળ્યું, બાળકોને સુરક્ષિત કઢાયાં
પ્રી-સ્કૂલની વેનમાં ભેજના લીધે ધુમાડાનું એલર્ટ મળ્યું, બાળકોને સુરક્ષિત કઢાયાં
Published on: 15th September, 2026

અમદાવાદની સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનની મિની બસમાં આગ અને ધુમાડાના એલર્ટને કારણે બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવાયા હતા. તાત્કાલિક બીજી બસ મોકલીને બાળકોને ઘરે પહોંચાડાયા. સ્કૂલે તપાસ કરતા જાણવા મળ્યું કે વાતાવરણમાં ભેજને કારણે સેન્સરે ભૂલથી ભેજને ધુમાડો ગણીને તમામ સેફ્ટી સિસ્ટમ ચાલુ કરી દીધી હતી. ઝેબર સ્કૂલની બસ પણ પાણીમાં ફસાઈ હતી. આ ઘટનાથી સ્કૂલ બસ સેફ્ટી સિસ્ટમ કામગીરી અંગે સમજ મળે છે.