મહીસાગર, નડિયાદ, સુરતમાં અલગ-અલગ અકસ્માતમાં 3ના મોત
મહીસાગર, નડિયાદ, સુરતમાં અલગ-અલગ અકસ્માતમાં 3ના મોત
Published on: 16th September, 2026

મહીસાગર, ખેડા અને સુરતમાં થયેલા ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 3 લોકોના દુ:ખદ અવસાન થયું છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યો. ખેડાના નડિયાદમાં નોકરી પર જતા યુવકનું ST બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોત થયું. સુરતના સચીન GIDCમાં પૂરઝડપે આવતી Hyundai Alcazar કારે ટેમ્પોને ટક્કર મારતાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.