દમણના દરિયામાં ગણેશ વિસર્જન સમયે યુવાન દરિયામાં પડ્યો
દમણના દરિયામાં ગણેશ વિસર્જન સમયે યુવાન દરિયામાં પડ્યો
Published on: 16th September, 2026

દમણના દરિયા કિનારે દોઢ દિવસના શ્રીજીની પ્રતિમાના વિસર્જન સમયે એક યુવાન અચાનક દરિયામાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો. કિનારે હાજર સ્થાનિક માછીમારોએ સમય સૂચકતા વાપરી અને તરત જ બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પ્રચંડ મોજામાં તણાઈ રહેલા યુવાનને માછીમારોએ સફળતાપૂર્વક મોતના મુખમાંથી બહાર કાઢી હેમખેમ બચાવી લીધો. આ ઘટનાથી દરિયા કિનારે અફરાતફરી મચી ગઈ હતી. યુવાન અકસ્માતે પડ્યો કે અન્ય કોઈ કારણ છે, તેની પોલીસે તપાસ હાથ ધરી છે.