નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવતા યુવકનું કરૂણ મોત
નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવતા યુવકનું કરૂણ મોત
Published on: 16th September, 2026

ખેડા જિલ્લાના નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલા કોંકરણ મંદિર પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. નડિયાદથી ચકલાસી થઈ વિદ્યાનગર તરફ જઈ રહેલી ST બસની અડફેટે બાઈક આવી જતાં, મારૂતિ સુઝુકીના કર્મચારી હેમીલ પંડ્યાનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ બસના ડ્રાઈવર-કંડક્ટર ફરાર થઈ ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો છે.