સાણંદમાં દીપડો દેખાયાની ચર્ચા, કૂતરાના શિકાર બાદ વનવિભાગે પાંજરા ગોઠવ્યા.
સાણંદમાં દીપડો દેખાયાની ચર્ચા, કૂતરાના શિકાર બાદ વનવિભાગે પાંજરા ગોઠવ્યા.
Published on: 16th September, 2026

અમદાવાદના સાણંદ પંથકમાં દીપડો દેખાયાની ચર્ચાએ ફરી ફફડાટ ફેલાવ્યો છે. મોટી દેવતી ગામ નજીક દીપડાના પગલાં અને કૂતરાના શિકારના નિશાન મળતા વનવિભાગ સક્રિય થયું છે. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી દીપડાને કેદ કરવા માટે પાંજરા ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાની હિલચાલ નોંધાઈ રહી છે. RFO હરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, દીપડો હોવાની વાત સાચી છે, પરંતુ ચોક્કસ લોકેટ થયો નથી. અર્બન વિસ્તાર હોવાથી અને સતત ટ્રાફિક, કન્સ્ટ્રક્શન ચાલતું હોવાથી દીપડાને પકડવામાં મુશ્કેલી પડી રહી છે.