ધો.1ના પેપરમાં 6 વિધાન, છાત્ર આખું સાચું લખે તો પણ નબળો ગણાય!
ધો.1ના પેપરમાં 6 વિધાન, છાત્ર આખું સાચું લખે તો પણ નબળો ગણાય!
Published on: 08th August, 2026

તાજેતરમાં નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે અંતર્ગત ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓની વાંચન, લેખન અને સંખ્યા જ્ઞાન ચકાસણી માટે પરીક્ષા લેવાઈ. આ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવાય છે, જેમાં પ્રથમ બેઝલાઇન, પછી મીડ ટર્મ અને અંતે એન્ડલાઇન. પરંતુ, ધોરણ 1ની પ્રથમ પરીક્ષામાં માત્ર 6 ટ્રેકર વિધાન હોવાથી, વિદ્યાર્થી સંપૂર્ણ સાચો જવાબ આપે તો પણ 'ઉદયમાન' એટલે કે નબળો ગણાય. આ પદ્ધતિ શિક્ષકોની મહેનતને નકામી બનાવે છે અને કરોડો રૂપિયાનો વ્યય છે, જ્યારે એક જ પરીક્ષા પૂરતી છે.