નિલેકણી: "લીક રોકવા નીટનું પેપર છેલ્લી ઘડીએ તૈયાર કરો"
નિલેકણી: "લીક રોકવા નીટનું પેપર છેલ્લી ઘડીએ તૈયાર કરો"
Published on: 14th October, 2026

NEET UG પેપર લીક બાદ રચાયેલી હાઇ પાવર કમિટીના અધ્યક્ષ નંદન નીલેકણીએ પરીક્ષામાં સુધારા માટે ટેકનોલોજીના ઉપયોગની હિમાયત કરી છે. તેમણે સૂચવ્યું છે કે પરીક્ષાના દિવસે જ AI ની મદદથી અંતિમ સમયે પ્રશ્નપત્રો તૈયાર કરવા જોઈએ, જેથી લીક થવાની શક્યતા ન રહે. આ માટે વિશાળ પ્રશ્ન બેંકની જરૂર પડશે. તમામ પરીક્ષાઓ CBT મોડમાં કરાવવા અને નેટવર્ક વિસ્તરણ પર પણ વિચારણા ચાલી રહી છે.