વડોદરાના આસોજ પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
વડોદરાના આસોજ પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
Published on: 13th October, 2026

વડોદરા નજીક આસોજ ગામની પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં 14 શાળાઓની 17 કૃતિઓ રજૂ કરાઈ. તા.પં.ના ઉપપ્રમુખ વિષ્ણુબા હરિદત્તસિહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. AI આધારિત વોઇસ ટોકિંગ રોબોટ, લિક્વિડ ટ્રી મોડલ, સ્માર્ટ ટોયલેટ, સ્માર્ટ ખેતી અને ફાયર સેફ્ટી જેવી કૃતિઓએ પ્રથમ સ્થાન મેળવ્યું.