ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGમાં 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGમાં 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
Published on: 13th October, 2026

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ માટે UG અને PGના વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. UG કોર્ષોમાં 57,075 અને PG કોર્ષોમાં અંદાજે 19 હજાર બેઠકો ભરાઈ છે. શૈક્ષણિક સત્ર શરૂ થયાના પાંચ મહિના બાદ પણ અનેક બેઠકો ખાલી રહી છે, જેના પગલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરાઈ છે.