મહેસાણાની તક્ષશિલા સ્કૂલ 'વોટર વોરિયર' બની.
મહેસાણાની તક્ષશિલા સ્કૂલ 'વોટર વોરિયર' બની.
Published on: 24th March, 2026

મહેસાણાની તક્ષશિલા શાળા જળ સંરક્ષણનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. માત્ર ₹4 લાખમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટથી વરસાદી પાણીને પીવાલાયક બનાવ્યું. 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 8 મહિના સુધી શુદ્ધ પાણી પૂરું પાડ્યું. ચોટીલાની મુલાકાતથી આઈડિયા મળ્યો. સ્કૂલે 25-25 હજાર લિટરની કેપેસિટીના ચાર ટાંકા બનાવ્યા છે, જેમાં 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ પહેલ અન્ય સ્કૂલો માટે પણ મોડેલ બની છે.