માંડલ તાલુકામાં ધો.10નું 94.31% પરિણામ.
માંડલ તાલુકામાં ધો.10નું 94.31% પરિણામ.
Published on: 07th May, 2026

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા. શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.10ના પરિણામમાં માંડલ તાલુકાનું 94.31% પરિણામ રહ્યું છે. 950 વિદ્યાર્થીઓમાંથી 896 પાસ થયાં છે. ગત વર્ષ કરતાં 12.62%નો વધારો થયો છે. માંડલ કેન્દ્રમાં મેઘમણી શાળાના 20 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો, જેમાં કલ્પેશ પ્રથમ ક્રમે 96.83% સાથે રહ્યો. દાલોદ અને ટ્રેન્ટ કેન્દ્રમાં પણ શાળાઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું.