કાલોલની M.M.ગાંધી કોલેજમાં પુસ્તક પરિચય સ્પર્ધા યોજાઈ
કાલોલની M.M.ગાંધી કોલેજમાં પુસ્તક પરિચય સ્પર્ધા યોજાઈ
Published on: 26th August, 2026

કાલોલની M.M.ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પુસ્તક પરિચય સ્પર્ધાનું આયોજન થયું, જેમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આચાર્ય ડૉ. કિશોર વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ડૉ. અર્જુનસિંહ ગઢવીએ સ્પર્ધાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોની વિષયવસ્તુ, લેખકના વિચારો અને પોતાના અભિપ્રાયની અસરકારક રજૂઆત કરી. આ સ્પર્ધામાં આશરે 200 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, અને વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા.