20 વર્ષ જૂની સ્કૂલ બસોમાં બાળકોના જીવનું જોખમ
20 વર્ષ જૂની સ્કૂલ બસોમાં બાળકોના જીવનું જોખમ
Published on: 22nd September, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 વર્ષ જૂની સ્કૂલ બસોમાં બાળકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને RTO દ્વારા 107 સ્કૂલ બસોનું ચેકિંગ કરવામાં આવ્યું. ધ્રાંગધ્રા નજીક બસના પાટિયા ખસી જવાથી બાળકનું મૃત્યુ થયા બાદ આ કાર્યવાહી કરાઈ. ચેકિંગમાં 12 બસોમાં સેફ્ટી ગ્રીલ અને ઇમરજન્સી ગેટ જેવી સુવિધાઓ ન હોવાથી તેમનું ફિટનેસ સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યું. આ બસોનું સંચાલન સ્કૂલો દ્વારા જ થતું હતું અને બહારના જિલ્લામાંથી ખૂબ જ જૂની બસો ઓછી કિંમતમાં ખરીદીને ચલાવાઈ રહી હતી.