દાહોદ શ્રીકૃષ્ણ કોલેજમાં F.Y.ના વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત
દાહોદ શ્રીકૃષ્ણ કોલેજમાં F.Y.ના વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત
Published on: 26th July, 2026

દાહોદ ખાતે આવેલી ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ ગોપાલભાઈ ધાનકા, પ્રાચાર્ય ડો.પારુલ સિંહ, અધ્યાપક ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાચાર્ય ડો.પારુલ સિંહે સ્વાગત પ્રવચન કરી નિયમો સમજાવ્યા અને નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ ધાનકાએ નિયમિતતા, સમયપાલન અને સંસ્થાનું નામ રોશન કરવાની પ્રેરણા આપી.