દાહોદની ડો. સિદ્ધિ પ્રજાપતિએ GPSC પરીક્ષા પાસ કરી
દાહોદની ડો. સિદ્ધિ પ્રજાપતિએ GPSC પરીક્ષા પાસ કરી
Published on: 26th July, 2026

દાહોદ જિલ્લાની યુવતી ડો. સિદ્ધિ પ્રજાપતિએ મેડિકલ ક્ષેત્રે ડિગ્રી મેળવ્યા બાદ સરકારી સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું છે. તેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક પરીક્ષા-2023માં સફળતા મેળવી છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ સરકારી નોકરી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ, તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ની કઠિન પરીક્ષામાં મેરીટ ક્રમાંક 23 સાથે ઉત્કૃષ્ટ સ્થાન મેળવી રાજ્ય GST વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્તિ મેળવી છે. આ સિદ્ધિથી સમગ્ર દાહોદ જિલ્લામાં ગૌરવની લહેર છવાઈ ગઈ છે.