અંકલેશ્વરની ગર્વ: કડિયા કામદારની પુત્રી M.Sc માં 4 ગોલ્ડ મેડલ જીતી
અંકલેશ્વરની ગર્વ: કડિયા કામદારની પુત્રી M.Sc માં 4 ગોલ્ડ મેડલ જીતી
Published on: 26th August, 2026

અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા મિનેશ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ્ સાયન્સ (Organic Chemistry) માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 4 ગોલ્ડ મેડલ મેળવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતી નેહલે તેની મહેનત અને લગનથી પરિવાર, ભરૂચની નર્મદા કોલેજ ઓફ્ સાયન્સ અને સમગ્ર અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે.