વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ
વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ
Published on: 24th April, 2026

વર્ષો બાદ પ્રથમ વખત ૫૪૨ શાળાની ઓફલાઇન કામગીરી પૂર્ણજિલ્લા શિક્ષણાધિકારીએ વર્ષમાં બે વખત આઠ-આઠ કમિટીઓની રચના કરી સતત ફોલોઅપ લેવાયું હતુંભાવનગર -  ભાવનગર જિલ્લામાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટ ઇન એડ હાઇસ્કૂલો દ્વારા ઓનલાઇન વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સબમીટ કરાયા બાદ વિવિધ ટીમો બનાવી રૃબરૃ સ્થળ તપાસની કામગીરી કરવાની હોય છે. જે વર્ષોથી કાયમ અધુરી જ રહેતી હતી. જે આ વર્ષે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થવા પામી છે. જો કે, આ નિરીક્ષણ દરમિયાન ૪૦ જેટલી સ્કૂલોના રિમાર્કસ નબળા હોવાનું જણાયું છે.