મધ્ય ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી: અમદાવાદ, વડોદરા સહિત 11 જિલ્લાઓમાં BJP, કોંગ્રેસ, AAPના ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે.
મધ્ય ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણી: અમદાવાદ, વડોદરા સહિત 11 જિલ્લાઓમાં BJP, કોંગ્રેસ, AAPના ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે.
Published on: 26th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે અમદાવાદ, આણંદ સહિત 11 જિલ્લાની 85 તાલુકા પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે. BJP, કોંગ્રેસ, AAP અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ મધ્ય ગુજરાતના મતદારો નક્કી કરશે. ગરમીના એલર્ટ વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પરિણામ 28 એપ્રિલે જાહેર થશે.