મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ: 857 મતદાન મથકો પર શાંતિપૂર્ણ પ્રક્રિયા.
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ: 857 મતદાન મથકો પર શાંતિપૂર્ણ પ્રક્રિયા.
Published on: 26th April, 2026

મોરબી જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ. 857 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન, 255 સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત. મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 24 બેઠકો, 5 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની બેઠકો સહિત કુલ 250 બેઠકો પર મતદાન. 4285 પોલિંગ સ્ટાફ અને 1915 EVM મશીનનો ઉપયોગ.