ગાંધીનગરની 6 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે મતદાન: 7.22 લાખ મતદારો 399 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ગાંધીનગરની 6 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે મતદાન: 7.22 લાખ મતદારો 399 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
Published on: 26th April, 2026

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતિમ તબક્કામાં છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આજે મતદાન થશે. કુલ 163 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષ સહિત 399 ઉમેદવારો મેદાનમાં છે. 7.22 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ કરશે. 892 મતદાન મથકો પૈકી 211 સંવેદનશીલ જાહેર કરાયા છે. કલેક્ટર દ્વારા મતદાન કરવા અપીલ કરાઈ છે, ગરમીથી બચવા માટે મતદાન મથકો પર વ્યવસ્થા કરાઈ છે.