ચોરાયેલી પાણીની મોટર અને બેટરી સાથે મુબારકપુરના બે ઈસમો નિઝર પોલીસ દ્વારા ઝડપાયા
ચોરાયેલી પાણીની મોટર અને બેટરી સાથે મુબારકપુરના બે ઈસમો નિઝર પોલીસ દ્વારા ઝડપાયા
Published on: 08th October, 2026

વ્યારાના નિઝર પોલીસને મુબારકપુર ગામના બે ઈસમો ચોરાયેલી પાણીની મોટર અને બેટરી વેચવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે એપીએમસી માર્કેટ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી અજયભાઈ કાંતિલાલ ઠાકરે (ઉં.વ.28) અને યોગેશભાઈ ભાવુભાઈ મોરે (ઉં.વ.27) ને ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન, બંને ઈસમોએ મુબારકપુર ગામમાંથી બે પાણીની મોટર (રૂ. 13,000) અને બે બેટરી (રૂ. 16,000) ચોરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.