પ્રતાપનગર વિસ્તારમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
પ્રતાપનગર વિસ્તારમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
Published on: 21st June, 2026

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં મોડીરાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે હિંસક અથડામણ થઈ હતી, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. મકરપુરા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સરદાર સોસાયટીમાં રહેતા રણજીતસિંગ પંજાબીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાત્રે ૧૧ વાગ્યે તેમના ભાઈ સાથે થયેલી મારામારીની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.