જાફરાબાદના બાબરકોટમાં હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત
જાફરાબાદના બાબરકોટમાં હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત
Published on: 21st June, 2026

અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ પર એક સિંહે બાઈક ચાલક અને રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. ત્યારબાદ, વનવિભાગની નજર સામે જ સિંહનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. સિંહને બેથી ત્રણ વખત આચકી આવ્યા બાદ રેસ્ક્યુ પહેલા તેનું મોત થયું હતું. વનવિભાગે હડકવાની અસર હોવાની આશંકા વ્યક્ત કરી છે. મૃતક સિંહના સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.