ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચાલકને ઝોકુ આવતાં ટ્રક ખાડામાં ખાબકી
ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચાલકને ઝોકુ આવતાં ટ્રક ખાડામાં ખાબકી
Published on: 21st June, 2026

ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક એક માલ ભરેલું આઇશર ટ્રક અકસ્માતનો ભોગ બન્યું. ચાલકને ઝોકું આવતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. સદનસીબે, ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ મળીને ચાલકને બહાર કાઢ્યો. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.