નર્મદામાં અનેક દિગ્ગજો આમ આદમી પાર્ટીમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો
નર્મદામાં અનેક દિગ્ગજો આમ આદમી પાર્ટીમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો
Published on: 21st June, 2026

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ પક્ષપલટાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના OBC જિલ્લા પ્રમુખ, તાલુકા સદસ્ય, મહામંત્રી અને યુથ લીડર્સ તેમજ ભાજપના બક્ષીપંચ અને ST મોરચાના હોદ્દેદારો આપમાં સામેલ થયા. ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા અને બદલાવની રાજનીતિ પર ભાર મૂક્યો.