અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરના ૧.૩૫ કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ન્યૂયોર્કમાં ચોરાયા
અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરના ૧.૩૫ કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ન્યૂયોર્કમાં ચોરાયા
Published on: 21st June, 2026

અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને ફિલ્મ નિર્માતા રિયા કપૂરના ૧.૩૫ કરોડ રૂપિયાના ડાયમંડ ઇયરરિંગ્સ ન્યૂયોર્કમાં ચોરાઈ ગયા છે. આ ઘટના રિયા કપૂરની ટીમના ન્યૂયોર્ક ફેશન ટ્રીપ દરમિયાન બની હતી. મેકઅપ આર્ટિસ્ટ સાવલીન સિંહ મુંબઈ સ્થિત જ્વેલર્સ પાસેથી ભાડા પર લાવેલા બે જોડી કિંમતી ઇયરરિંગ્સ સાથે ન્યૂયોર્ક પહોંચી હતી. દુબઈ થઈને ઉડાન ભર્યા બાદ ન્યૂયોર્કની એક હોટલમાં ઘરેણાં તેની બેગમાંથી ગુમ થયા હોવાનું જણાયું હતું. આ અંગે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.