સુરતમાં યોગ દિવસ ઉજવણીમાં વ્યવસ્થાનો અભાવ
સુરતમાં યોગ દિવસ ઉજવણીમાં વ્યવસ્થાનો અભાવ
Published on: 21st June, 2026

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન સરકારી તંત્રની વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા. સંખ્યાબળ બતાવવાની હોડમાં આયોજનની મર્યાદા ભૂલી જતાં, સરસાણા કન્વેન્શન સેન્ટરમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકો પહોંચી ગયા હતા. લેખિત આદેશો બાદ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શિક્ષકો હાજર થયા હતા, પરંતુ હોલ હાઉસફુલ થતાં સેંકડો લોકોને પ્રવેશ મળ્યો ન હતો. આ કારણે તંત્રના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે અને કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે.