વલસાડ મહેસૂલી કર્મચારીઓની હડતાળ
વલસાડ મહેસૂલી કર્મચારીઓની હડતાળ
Published on: 08th October, 2026

વલસાડ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને રાજ્ય વ્યાપી હડતાળમાં જોડાયા છે. આ હડતાળને પગલે જિલ્લાના જનસેવા કેન્દ્રો સહિત તમામ સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જાતિ, આવકના દાખલા, 7/12 નકલો, વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય જેવી સરકારી યોજનાઓની કામગીરી પણ અટકી પડી છે. આશરે 244 મહેસૂલી કર્મચારીઓ, જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓનો સમાવેશ થાય છે, તેઓ આ આંદોલનમાં જોડાયા છે, જેના કારણે સેંકડો અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.