Surat: ગણેશ વિસર્જનમાં છેડતીનો વિરોધ કરતા થયેલી ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
Surat: ગણેશ વિસર્જનમાં છેડતીનો વિરોધ કરતા થયેલી ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
Published on: 10th February, 2026

pન્યાયમાં ભલે મોડું થાય પણ અંતે સત્યનો વિજય થાય છે, તે આ કિસ્સામાં સાબિત થયું છે. વર્ષ 2016માં અમરોલી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલી મામૂલી તકરારમાં બે વ્યક્તિઓની હત્યા કરનાર બે આરોપીઓને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે./ph2bહત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદ/b/h2pઆ લોહિયાળ ઘટનાની શરૂઆત વર્ષ 2016માં ગણેશ વિસર્જનના પવિત્ર તહેવાર દરમિયાન થઈ હતી. અમરોલી વિસ્તારમાં વિસર્જનની ધૂમ મચી હતી ત્યારે આરોપીઓએ એક યુવતીની છેડતી કરી હતી. આ બાબતે સ્થાનિક યુવકો અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે હાજર લોકોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી./ph3bબે નિર્દોષના મોત અને કાયદાકીય લડત/b/h3pપરંતુ, આરોપીઓના મનમાં આક્રોશ શમ્યો નહોતો. મોડી સાંજે, આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેઓ તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને છેડતીનો વિરોધ કરનાર ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાને અંજામ આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી./ph4bકોર્ટનો ચુકાદો/b/h4pલાંબી કાયદાકીય પ્રક્રિયા અને પુરાવાઓની ચકાસણી બાદ, નામદાર કોર્ટે આ કેસને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. બે મુખ્ય આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી. કોર્ટે નોંધ્યું કે સામાજિક તહેવાર દરમિયાન મહિલાઓની સુરક્ષા અને છેડતીનો વિરોધ કરનાર પર હુમલો એ ગંભીર અપરાધ છે, જે સમાજમાં ખોટો સંદેશ આપે છે./ppa href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-impact-of-dual-seasons-across-the-state-cold-in-the-morning-and-heat-in-the-afternoon" target="_blank"આ પણ વાંચો: Gujarat Weather : રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, સવારમાં ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ/ab/b/ppbbr/b/p