સગીર અને કાકાના દીકરાએ વેપારીના મોબાઇલ લૂંટ્યા.
સગીર અને કાકાના દીકરાએ વેપારીના મોબાઇલ લૂંટ્યા.
Published on: 05th May, 2026

ખેરોજ પંથકના કોટડાગઢીમાં નદીના પુલ પાસે ધોળા દિવસે પાલનપુરના મોબાઈલના વેપારી પાસેથી કુલ 50,466ના 12 મોબાઈલની લૂંટ થઈ હતી. એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કોટડા સુબરી ગામના જયંતી અને તેના સગીર ભાઈને ઝડપી લીધા. બંનેએ ગુનાની કબૂલાત કરી, 11 મોબાઈલ રિકવર કરાયા. આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ.