વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકી ફરાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા
વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકી ફરાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા
Published on: 21st August, 2026

વડસર બ્રિજ નજીક ચાલતી જતી ૬૦ વર્ષીય નયનાબેનના કાનમાંથી સોનાની બુટ્ટીઓ આંચકીને ફરાર થયેલા બે બાઇક સવાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. અંદાજે અઢી ગ્રામ વજનની આ સોનાની કડીઓ લૂંટીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ ડીસીબી પોલીસે આ ગુનામાં સામેલ કરણદીપસિંગ બલવિંદરસિંગ ભટ્ટી અને સુદર્શનસિંગગુરમીન્દરસિંગ બેન્સને ઝડપી પાડી ચોરાયેલી સોનાની બુટ્ટી કબજે કરી છે.