લક્ઝરી બસના ઓટોમેટિક ડોરમાં બાળક ફસાયું, સેન્સર ખામીથી મોત
લક્ઝરી બસના ઓટોમેટિક ડોરમાં બાળક ફસાયું, સેન્સર ખામીથી મોત
Published on: 21st August, 2026

વડોદરામાં લક્ઝરી બસના ઓટોમેટિક હાઈડ્રોલિક ડોરના સેન્સરની ખામીને કારણે 7 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું. બાળકે કૂતુહલવશ દરવાજો ખોલ્યો, પરંતુ પ્રેશર ખામીને કારણે તે અચાનક બંધ થઈ ગયો, જેમાં બાળકનું માથું ફસાઈ ગયું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના સમયના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ થતાં રહસ્ય વધુ ઘેરું બન્યું છે. FSLની ટીમે ડોર સિસ્ટમની તપાસ હાથ ધરી છે.