બીયરના 300 ટીન સાથે આઈ-20 કારમાં જતો શખ્સ પોલીસ ઝપટે ચડ્યો
બીયરના 300 ટીન સાથે આઈ-20 કારમાં જતો શખ્સ પોલીસ ઝપટે ચડ્યો
Published on: 21st August, 2026

આણંદના વાસદ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો બોટાદ લઈ જઈ રહેલી નંબર પ્લેટ વગરની આઈ-20 કાર પોલીસે આંતરી. ઈસરવાડા બ્રીજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે હિતેશભાઈ જેમાભાઈ ગોવિંદીયા (રે. બોટાદ)ને ઝડપી પાડ્યો. કારમાંથી બીયરના 300 ટીન, જેની કિંમત 45 હજાર રૂપિયા છે, મળી આવ્યા. પોલીસે કુલ 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો.