ધંધુકા-ધોલેરા રોડ પર ગ્રાહક સુરક્ષા અધિકારી પર હોટલ સંચાલકો દ્વારા જીવલેણ હુમલો
ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનૂની માપ વિજ્ઞાાન અને ગ્રાહક સુરક્ષા વિભાગના સીનિયર નિરીક્ષક જિજ્ઞાબેન મહેન્દ્રકુમાર ચૌહાણ અને તેમની ટીમ પર પીપોળી ગામ પાસે આવેલી એક હાઇવે હોટેલના સંચાલકો દ્વારા ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હોટેલમાં પેક્ડ વસ્તુઓ પર વધુ ભાવ લેવાતા હોવાનું ધ્યાને આવતાં નિયમ મુજબ દંડકીય કાર્યવાહી શરૂ કરતાં હોટેલ સંચાલકો - મયુરરાજસિંહ ચુડાસમા, ઘનશ્યામસિંહ ચુડાસમા, ઇન્દ્રજિતસિંહ ચુડાસમા અને નિત્યરાજસિંહ ચુડાસમા - ઉશ્કેરાઈ ગયા. તેમણે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી, મારપીટ કરી, અને રૂ. ૧,૦૦,૦૦૦ નો મોબાઇલ ફોન તેમજ ડ્રાઇવરનો રૂ. ૨૫ હજારનો મોબાઇલ ઝૂંટવી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધા.
ધંધુકા-ધોલેરા રોડ પર ગ્રાહક સુરક્ષા અધિકારી પર હોટલ સંચાલકો દ્વારા જીવલેણ હુમલો
પંચમહાલના બોડેલીમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પ્રેરણાદાયી સેમિનાર
છોટાઉદેપુર જિલ્લાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય દિશા અને નિષ્ણાતોનું માર્ગદર્શન મળે તેવા ઉદ્દેશ્યથી બોડેલીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષણશાસ્ત્રી ડો. તનુ જૈનના અધ્યક્ષસ્થાને એક પ્રેરણાદાયી સેમિનાર યોજાયો. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને UPSC, GPSC જેવી પરીક્ષાઓની પદ્ધતિસરની તૈયારી, સમય વ્યવસ્થાપન, સકારાત્મક અભિગમ અને માનસિક દ્રઢતા અંગે સરળ અને અસરકારક શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
પંચમહાલના બોડેલીમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પ્રેરણાદાયી સેમિનાર
રૂ. 37 લાખના ખર્ચે નિર્માણ થયેલ ત્રણ આંગણવાડી કેન્દ્રોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ.
વડોદરાના કરજણ તાલુકાના હાડોદ, ઓસલામ અને આલમપુરા ગામોમાં રૂ. 37 લાખના કુલ ખર્ચે નવનિર્મિત ત્રણ આંગણવાડી કેન્દ્રોના મકાનોનું લોકાર્પણ કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ આંગણવાડીઓ અંતરિયાળ વિસ્તારોમાં બાળ શિક્ષણ અને વિકાસને સુદૃઢ બનાવશે. હવે ભૂલકાઓ નવા અને સુવિધાસભર મકાનોમાં પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ સાથે રમતગમતની સુવિધાઓનો લાભ લઈ શકશે. આ પહેલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે ખુબ ઉપયોગી થશે.
રૂ. 37 લાખના ખર્ચે નિર્માણ થયેલ ત્રણ આંગણવાડી કેન્દ્રોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ.
ડભોઈના પંચેશ્વર મહાદેવ મંદિરમાં 75 વર્ષીય જીર્ણોદ્ધાર બાદ પાટોત્સવ અને મહાયજ્ઞ સંપન્ન
ડભોઈ ખાતે સુપ્રસિદ્ધ પંચેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલમાં 14મો પાટોત્સવ અને હોમાત્મક મહાયજ્ઞ સંપન્ન થયો. મંદિરના જીર્ણોદ્ધાર (રીનોવેશન)ના 75 વર્ષ પૂર્ણ થવા અને પવિત્ર શ્રાવણ માસના અવસરે આ વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વેદોક્ત મંત્રોચ્ચાર અને જયઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર થયેલા મહાયજ્ઞમાં યજમાનોએ વિશ્વ કલ્યાણ માટે આહુતિ આપી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પૂજાનો લાભ લીધો.
ડભોઈના પંચેશ્વર મહાદેવ મંદિરમાં 75 વર્ષીય જીર્ણોદ્ધાર બાદ પાટોત્સવ અને મહાયજ્ઞ સંપન્ન
ડભોઈના પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે
ડભોઈના પલાસવાડા ખાતે રેલવે ફાટક પર બની રહેલા નવા રેલવે ઓવરબ્રિજ (ROB) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનાથી સ્થાનિકો અને પ્રવાસીઓને રાહત મળશે. વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા આ માર્ગ પર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધતાં, ટૂંક સમયમાં ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. દિવસ દરમિયાન ટ્રેનો પસાર થવાને કારણે ફાટક વારંવાર બંધ રહેતું, જેનાથી લાંબી કતારો લાગતી હતી. આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી, પોઇચા અને વઢવાણા તળાવ જેવા પ્રખ્યાત સ્થળોએ જવા માટે પણ મુખ્ય છે. નિર્માણ પૂર્ણ થતાં મુસાફરી સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.
ડભોઈના પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે
ગોધરમાં: મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ
મોરવા હડફ્ તાલુકાના મોરા ગામના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણોને તંત્ર દ્વારા બીજા દિવસે સફળતાપૂર્વક દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ દબાણો હટાવવાની કાર્યવાહીને લઈને ગામમાં ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. 150થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ, પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગની મધ્યથી 15 મીટરની મર્યાદામાં બાંધેલા ઓટલા, શેડ અને કાચા દબાણો જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા છે.
ગોધરમાં: મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ
દાહોદના સિંગવડમાં ખાતરની અછત
સિંગવડ તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહી રહ્યા છે. માત્ર બે-ત્રણ ડેપો પર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવાથી અન્ય ડેપો પર ખાલી હાથે ફરવું પડી રહ્યું છે. ખાતર ઉપલબ્ધ હોય ત્યાં ખેડૂતોના ધસારાને કારણે વ્યવસ્થા ખોરવાઈ જાય છે, જેના કારણે ફરજિયાત ટોકન વ્યવસ્થા કરાઈ છે. અપૂરતા પુરવઠાને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.
દાહોદના સિંગવડમાં ખાતરની અછત
દાહોદના ગરબાડામાં યુરિયા બેગની છાપેલી કિંમત કરતાં વધુ વસૂલાત
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે એગ્રી બિઝનેસ સેન્ટરમાં ખેડૂતો પાસેથી યુરિયા ખાતરની બેગ દીઠ છાપેલી કિંમત ₹266 કરતાં ₹300 વસૂલવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખેડૂતોને ₹20નું નાનું અન્ય ખાતરનું પડીકું ફરજિયાત આપવામાં આવે છે, જે તેઓને ન જોઈતું હોય તો પણ છૂટા રૂપિયા ન હોવાનું કહીને સાથે જ અપાય છે. હાલ ખેતીની સિઝનમાં યુરિયાની ખાસ જરૂરિયાત હોવાથી લાંબી લાઈનો લાગે છે. આ સમયે નિર્ધારિત કિંમત કરતાં વધુ રકમ લેવાતા ખેડૂતોમાં ભારે નારાજગી છે. ખેડૂતોએ કૃષિ વિભાગને તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દાહોદના ગરબાડામાં યુરિયા બેગની છાપેલી કિંમત કરતાં વધુ વસૂલાત
છોટાઉદેપુરના નસવાડીમાં રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ
પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નસવાડી તાલુકા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો. સાથે જ રોપવામાં આવેલા વૃક્ષોની નિયમિત સંભાળ અને જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.કાર્યક્રમમાં નસવાડી તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના નસવાડીમાં રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ
ડભોઈના થુવાવી PHC ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
ડભોઇ તાલુકાના થુવાવીPHCખાતે સેજા કશ્રાના તૃતીય પોષણ ઉત્સવ-2026 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં THR તેમજ વિવિધ મિલેટ્સમાંથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઈ હતી. જેમાં થુવાવી સેજા હેઠળના 36 આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો તથા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ સહિત આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં શ્રોષ્ઠ વાનગી બનાવનાર 3-3 વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
ડભોઈના થુવાવી PHC ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
વડોદરાના ડેસર PSI પી.આર. ગઢવીની બદલી
ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.આર. ગઢવીની વલણ પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં, તેમના સન્માન અને વિદાય સમારંભો તાલુકાના અનેક ગામોમાં યોજાયા હતા. તેમની જગ્યાએ મંજુસર પોલીસ સ્ટેશનના PSI આર.ડી. ડામોરની નિમણૂક કરાઈ છે. PSI ગઢવીએ પોતાના કાર્યકાળ દરમિયાન ગામોમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવી લોકોનું દિલ જીત્યું હતું. એમ.કે. હાઈસ્કૂલમાં યોજાયેલા વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.
વડોદરાના ડેસર PSI પી.આર. ગઢવીની બદલી
છોટાઉદેપુરના નસવાડી ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠમાં મૌન સાધના શિબિર
છોટાઉદેપુરના નસવાડી ગામે ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠ ખાતે દ્વિતીય એક દિવસીય મૌન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં 23 બહેનો અને 40 પુરુષો સહિત કુલ 63 ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. આધુનિક જીવનની દોડધામથી દૂર, પોતાની જાત સાથે સમય પસાર કરી મનની શાંતિ અને એકાગ્રતા કેળવવાના ઉદ્દેશ્યથી આ શિબિર યોજાઈ હતી. મૌન અને ધ્યાન દ્વારા ભાવિકોએ આત્મિક ઉર્જાનો અનુભવ કર્યો.
છોટાઉદેપુરના નસવાડી ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠમાં મૌન સાધના શિબિર
સાગબારા સરકારી કૉલેજમાં ફોર્સ કન્ટ્રી દોડ સ્પર્ધા યોજાઈ
સાગબારા સરકારી વિનયન કોલેજમાં આચાર્ય ડૉ. ચેતનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.ટી. વિભાગ દ્વારા ફોર્સ કન્ટ્રી દોડ સ્પર્ધાનું આયોજન કરાયું. આ પ્રસંગે હેડ કોન્સ્ટેબલ મંગુભાઈ વસાવા, કોન્સ્ટેબલ દિલીપભાઇ અને કોન્સ્ટેબલ ખુમાનસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં 25 ભાઈઓ અને 36 બહેનોએ ભાગ લીધો, જેમાં કુલદીપ વસાવા, અરમાન અને કિરણ વસાવા ભાઈઓની સ્પર્ધામાં વિજેતા બન્યા. જ્યારે રેવન્તાબેન તડવી, તેજલ વસાવા અને સેજલ તડવી બેહનોમાં પ્રથમ ત્રણ સ્થાને રહ્યા.
સાગબારા સરકારી કૉલેજમાં ફોર્સ કન્ટ્રી દોડ સ્પર્ધા યોજાઈ
નર્મદાના ચિકદાના આંબાવાડી ગામે ગુરૂ રવિદાસજીની જન્મજયંતિએ ભવ્ય કળશ યાત્રા
સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના ચિકદા મંડલના આંબાવાડી ગામે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયું. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યષાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ, સંત ગુરૂ રવિદાસ મહારાજના સમાનતા, એકતા અને સામાજિક સમરસતાના સંદેશને ફેલાવવાનો સંકલ્પ કરાયો. વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને આગેવાનોને પાવન કળશનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, સંતો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદાના ચિકદાના આંબાવાડી ગામે ગુરૂ રવિદાસજીની જન્મજયંતિએ ભવ્ય કળશ યાત્રા
સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતિ નિમિત્તે સાગબારામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
દેડિયાપાડાના સાગબારા ખાતે સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સેલંબાના ગોટપાડા મંદિરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ કાર્યકરોએ રાજીવ ગાંધીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વૃક્ષોના જતન અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે સૌએ સંકલ્પ લીધો.
સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતિ નિમિત્તે સાગબારામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મંડળીઓને પ્રોત્સાહક રકમ અર્પણ કરાઇ
નર્મદા જિલ્લામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના સુદ્રઢ સંચાલન અને નિયમિત પાણી પુરવઠા માટે પાણીવેરા વસુલાત પ્રોત્સાહન યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મંડળીઓ અને સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહક રકમ એનાયત કરાઈ. જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાના માર્ગદર્શન હેઠળ વાસ્મો દ્વારા અમલ કરાયેલ આ યોજનામાં, 48 ગ્રામ પંચાયતોમાંથી 19 એ 50% થી વધુ વસુલાત હાંસલ કરી. ગરૂડેશ્વરના પ્રગતિ મિશન મંગલ સ્વ-સહાય જૂથને રૂ. 30,000 મળ્યા. દેડિયાપાડાની બોરીપીઠા, ધ્રોહદા અને કણજીની મંડળીઓને પણ રૂ. 30,000 ના ચેક અપાયા.
નર્મદા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મંડળીઓને પ્રોત્સાહક રકમ અર્પણ કરાઇ
અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક
અંકલેશ્વરમાં જીઆઈડીસી સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે ડી. એ. આણંદપુરા વિચાર મંચની પ્રથમ વિચાર મંથન બેઠક યોજાઈ. આ મંચનો ઉદ્દેશ્ય સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાનો છે. બેઠકમાં ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત પર ચર્ચા થઈ. ભવિષ્યમાં સમાજહિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવકલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન અને પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ લેવાયો. દર મહિને ખ્યાતનામ વકતાઓ સાથે બેઠક યોજાશે.
અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક
અંકલેશ્વરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત: ઇશ્વરસિંહ પટેલે કર્યો સરકારના કામોનો ઉલ્લેખ
રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.І ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફ્સિ બિલ્ડીંગના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું. કુલ રૂ. 662.73 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ થયું. મંત્રીએ જણાવ્યું કે, રૂ. 143 કરોડના ખર્ચે કરજણ કેનાલનું નવીનીકરણ થશે, જેની ક્ષમતા 3200 ક્યુસેકથી વધી 4200-4300 ક્યુસેક થશે. આ ઉપરાંત, પાણી નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ઊંડી કરવાની કામગીરી પણ કરાશે, જેથી ગામડાઓની પાણીની સમસ્યા દૂર થશે.
અંકલેશ્વરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત: ઇશ્વરસિંહ પટેલે કર્યો સરકારના કામોનો ઉલ્લેખ
અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા-અંદાડા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગટર ખોદકામ શરૂ કરાયું
અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માર્ગ અને મકાન વિભાગે સક્રિયતા દાખવી છે. રોડની બંને બાજુએ પુરાઈ ગયેલી ગટરોને ખોદીને સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ચોમાસા દરમિયાન પાણીના યોગ્ય નિકાલના અભાવે વાહનચાલકોને થતી મુશ્કેલી અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી આ પગલું લેવાયું છે. ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામથી વરસાદી પાણીના ઝડપી નિકાલની અપેક્ષા છે. જોકે, આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા-અંદાડા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગટર ખોદકામ શરૂ કરાયું
નર્મદાના સાગબારાના ઉષાબેન વસાવા રાષ્ટ્રપતિ ભવનમાં વિશિષ્ટ અતિથિ બન્યાં
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવા 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશિષ્ટ અતિથિ રહ્યા. દેશભરમાંથી પસંદ કરાયેલી ચાર મહિલાઓમાં ઉષાબેનનો સમાવેશ થતાં ગુજરાતના આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ બની. 2022માં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નારી શક્તિ પુરસ્કાર મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ આમંત્રણ તેમના સામાજિક અને કૃષિ ક્ષેત્રના કાર્યની રાષ્ટ્રીય ઓળખ દર્શાવે છે.
નર્મદાના સાગબારાના ઉષાબેન વસાવા રાષ્ટ્રપતિ ભવનમાં વિશિષ્ટ અતિથિ બન્યાં
ભરૂચ શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાંથી 4 વર્ષનું બાળક બેઝમેન્ટમાં પટકાયું
ભરૂચના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં એક દુ:ખદ ઘટના બની. લિફ્ટ બીજા માળે બંધ થઈ જતાં સિક્યુરિટી ગાર્ડે દરવાજો ખોલ્યો. આ દરમિયાન, લિફ્ટ ફ્લોરથી થોડી ઊંચી હોવાથી 4 વર્ષનું બાળક લિફ્ટમાંથી બહાર નીકળીને ફ્લોર અને લિફ્ટના ગેપમાંથી સીધું બેઝમેન્ટમાં પટકાયું. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાંથી 4 વર્ષનું બાળક બેઝમેન્ટમાં પટકાયું
લગ્નમાં રોજનો કંકાસ ક્રુરતા નથી, બોમ્બે હાઈકોર્ટનો છૂટાછેડા અરજી પર મહત્વનો ચુકાદો
બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લગ્નમાં થતો રોજનો કંકાસ કે સામાન્ય મતભેદ માનસિક ક્રૂરતા ગણાતો નથી. હાઈકોર્ટની નાગપુર બેન્ચે જણાવ્યું કે ક્રૂરતા એટલી હદે હોવી જોઈએ કે દંપતી હવે સાથે રહી શકે તેવી અપેક્ષા જ ન હોય. છૂટાછેડા માટે માત્ર નાના-નાના કિસ્સાઓ પર ધ્યાન આપવાને બદલે સમગ્ર લગ્ન જીવનનું મૂલ્યાંકન થવું જોઈએ. દરેક કિસ્સામાં ક્રૂરતા અલગ હોઈ શકે છે અને તે પક્ષકારોની આર્થિક, સામાજિક પરિસ્થિતિ તથા સાંસ્કૃતિક મૂલ્યો પર આધાર રાખે છે.
લગ્નમાં રોજનો કંકાસ ક્રુરતા નથી, બોમ્બે હાઈકોર્ટનો છૂટાછેડા અરજી પર મહત્વનો ચુકાદો
જેલ મુલાકાત, રાજકીય ચાલ અને 2027ની ચૂંટણી: ચૈતર વસાવા કેસમાં AAPની રણનીતિ
AAP નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન દ્વારા AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલમાં મળવાની ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વસાવા પર વનવિભાગના કર્મચારીઓ પર હુમલો અને પૈસાની માંગણીનો આરોપ છે. આ મુલાકાત 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં AAPની વ્યૂહરચના અને આદિવાસી વોટબેંક પર પ્રભાવ અંગે અનેક સવાલો ઉભા કરે છે. કેજરીવાલે વસાવાને મળ્યા બાદ જણાવ્યું હતું કે, દબાણ કરવાથી તે વધુ મજબૂત નેતા બનશે, જે ભાજપ માટે ચેલેન્જરૂપ બની શકે છે.
જેલ મુલાકાત, રાજકીય ચાલ અને 2027ની ચૂંટણી: ચૈતર વસાવા કેસમાં AAPની રણનીતિ
વારંવાર ગરમ કરેલા તેલ પર FDAનો કડક નિયંત્રણ
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ વારંવાર ગરમ કરીને ફરીથી ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ પર કડક નિયંત્રણો લાદ્યા છે. વારંવાર ગરમ કરવાથી તેલમાં Total Polar Compounds (TPC) અને અન્ય હાનિકારક તત્ત્વોનું પ્રમાણ વધે છે, જે આરોગ્ય માટે જોખમી છે. હવે, 25% થી વધુ TPC ધરાવતા તેલનો તળવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. વધુમાં, ખુલ્લામાં તેલનું વેચાણ અને વપરાયેલા ડબ્બાઓમાં ફરીથી તેલ ભરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાદ્ય તેલ માત્ર સીલબંધ પેકેજમાં જ વેચી શકાશે. આ નિયમો સપ્લાય ચેઇનના દરેક સ્તર પર લાગુ પડશે.
વારંવાર ગરમ કરેલા તેલ પર FDAનો કડક નિયંત્રણ
પાટણ જિલ્લા સંકલન સમિતિમાં લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરની સૂચના
પાટણમાં જિલ્લા કલેકટર ડો પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. નાગરિકોના પ્રજાલક્ષી અને લોકસુવિધાના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ધારાસભ્યોએ રસ્તા, પીવાનું પાણી, વીજળી, ગટર જેવી માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા. કલેક્ટરે અધિકારીઓને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈપણ શિથિલતા કે બેદરકારી નહીં ચલાવી લેવાની અને સામાન્ય નાગરિકોના હિત સંબંધિત પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની તાકીદ કરી.
પાટણ જિલ્લા સંકલન સમિતિમાં લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરની સૂચના
પાટણ બાગાયત કચેરી દ્વારા કિચન ગાર્ડન તાલીમ
વધતા કેમિકલ અને જંતુનાશકોના ઉપયોગથી થતા ગંભીર રોગોને ધ્યાનમાં રાખી, પાટણ બાગાયત કચેરી દ્વારા 'અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ' યોજના હેઠળ કિચન ગાર્ડન તાલીમ શિબિર યોજાઈ. આ શિબિરમાં ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવવા, હાઇડ્રોપોનિક્સ, માઇક્રોગ્રીન, કુંડા અને ગ્રો-બેગમાં શાકભાજી ઉગાડવાની આધુનિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું. આ પહેલથી નાગરિકો ઘર આંગણે જ શુદ્ધ અને કેમિકલમુક્ત શાકભાજી મેળવી શકશે. સહભાગીઓને કિચન ગાર્ડન કિટ અને પ્રમાણપત્રો અપાયા.
પાટણ બાગાયત કચેરી દ્વારા કિચન ગાર્ડન તાલીમ
પાટણ પાલિકાની ઢોર પકડવાની ટીમ પર પશુપાલકોનો અસહકાર
પાટણ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ગુરુવારે સવારે પાટણ નગરપાલિકાની ઢોર પકડવાની ટીમે પદ્મનાભ ચોકડી વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરી હતી. જોકે, પશુપાલકોએ પોતાના બાઇકો લઈને ઢોરને ભગાડી મૂકી કામગીરી નિષ્ફળ બનાવી. પશુપાલકોની આ દાદાગીરી અને અસહકારને કારણે ઢોર પકડવા મુશ્કેલ બન્યા છે. રસ્તા પર ઢોર દોડાવવાથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક રહીશોએ આવા પશુપાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પાટણ પાલિકાની ઢોર પકડવાની ટીમ પર પશુપાલકોનો અસહકાર
સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી ચોકડી પર ટ્રેલર અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત
સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી ચોકડી પાસે એક ગંભીર અકસ્માત થયો છે. મુસાફરોને ઉતારીને સિદ્ધપુર જતી એસટી બસને મહેસાણાથી પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરમાં બંને વાહનો ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પટકાયા હતા. સદનસીબે બસમાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી. બસ ડ્રાઈવર નિતિનકુમાર સોલંકીને ઘૂંટણમાં ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા. ટ્રેલર ચાલક ફરાર. CCTV ફૂટેજમાં ઘટના કેદ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી ચોકડી પર ટ્રેલર અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત
હિંમતનગર બાળ તસ્કરી રેકેટ: મુંબઈની મહિલા સહિત મુખ્ય ત્રણ દલાલો ઝડપાયા
સાબરકાંઠા SOG અને AHTU ટીમોએ બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈની કવિતા જાધવ, રાજસ્થાનના સીતારામ પરમાર અને બિપીન ઠાકોર સહિત ત્રણ મુખ્ય દલાલો ઝડપાયા છે. આ દલાલો મહારાષ્ટ્રની નૂરી શેખ મારફતે બાળકોનું વેચાણ કરતા હતા. પોલીસે તારીખ 17 ઓગસ્ટે ચાર શખ્સો અને એક મહિલાને નવજાત બાળકી સાથે ઝડપી પાડ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સતર્કતા રાખીને મુંબઈ પહોંચી કવિતા જાધવ અને સીતારામ પરમારને ઝડપી પાડ્યા. બાળકો નગાપ ઉર્ફે મુન્નાને વેચવામાં આવતા હતા, જેને પકડવા તજવીજ ચાલુ છે.
હિંમતનગર બાળ તસ્કરી રેકેટ: મુંબઈની મહિલા સહિત મુખ્ય ત્રણ દલાલો ઝડપાયા
રક્ષાબંધન માટે સાબરકાંઠા પોસ્ટ ઓફિસ વિદેશમાં મોકલશે 500 રાખડીઓ
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે, સાબરકાંઠા હેડ પોસ્ટ ઓફિસ દ્વારા વિદેશમાં રહેતા ભાઈઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસથી અંદાજે 450 થી 500 જેટલી રાખડીઓ વિદેશ મોકલવામાં આવશે. બહેનોને સરળતા રહે તે માટે 2 વિશેષ કાઉન્ટર કાર્યરત કરાયા છે, જ્યાં 11,000 વોટરપ્રુફ રાખડી કવર અને 4,000 રાખડી બોક્સ ઉપલબ્ધ છે. હાલ દરરોજ આશરે 20 રાખડીઓ વિદેશ મોકલાઈ રહી છે, અને રક્ષાબંધન સુધીમાં આ સંખ્યા 500 સુધી પહોંચવાનો અંદાજ છે.
રક્ષાબંધન માટે સાબરકાંઠા પોસ્ટ ઓફિસ વિદેશમાં મોકલશે 500 રાખડીઓ
હિંમતનગરની કોલેજમાં 150 વિદ્યાર્થિનીઓ માટે માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ
HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં લગભગ 150 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માસિક સ્વચ્છતા અને HPV રસીકરણ અંગે વિદ્યાર્થિનીઓને વૈજ્ઞાનિક અને તબીબી માર્ગદર્શન આપવાનો હતો. ભગવતી સ્ત્રીરોગ હોસ્પિટલના ડો. યામિની પટેલે વ્યક્તિગત આરોગ્ય, સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી અને HPV રસીકરણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની પદ્ધતિઓ અને HPV થી થતા રોગો સામે રક્ષણમાં રસીકરણની ભૂમિકા સમજાવી.