વાઘોડિયા નજીક ડમ્પરની ટક્કરથી બૂલેટ સવાર યુવકનું મોત, મામા-ભાણેજને ઇજા
વાઘોડિયા નજીક ડમ્પરની ટક્કરથી બૂલેટ સવાર યુવકનું મોત, મામા-ભાણેજને ઇજા
Published on: 21st August, 2026

વાઘોડિયા તાલુકાના ઇટોલી ગામના રાહુલ ઠાકોરભાઇ ઠક્કર નાસ્તો લઈને પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે જરોદથી વાઘોડિયા જતારોડ પર સૂર્યા નદીના બ્રિજ પહેલા પાછળથી આવતા ડમ્પર ચાલકે તેમની બૂલેટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહુલ અને તેની પાછળ બેઠેલા ભાણેજને ઇજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા રાહુલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.