સુરેન્દ્રનગરના સાયલાના ગુંદીયાવડામાં ૨.૫૦ કરોડની ગેરકાયદે ખનીજ ચોરી
સુરેન્દ્રનગરના સાયલાના ગુંદીયાવડામાં ૨.૫૦ કરોડની ગેરકાયદે ખનીજ ચોરી
Published on: 20th June, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સરકારી જમીન પર કોઈ પણ મંજૂરી વિના ચાલતા ખનનનો પર્દાફાશ કરીને, 3 Excavator અને 4 Dumper સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલા વાહનોને સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે.