સુરતમાં નોકરી-આવાસના નામે કરોડોનું ફૂલેકું, ન્યૂઝ પેપરના તંત્રીએ 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી કરી.
સુરતમાં નોકરી-આવાસના નામે કરોડોનું ફૂલેકું, ન્યૂઝ પેપરના તંત્રીએ 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી કરી.
Published on: 24th April, 2026

સુરતમાં સરકારી આવાસ અને નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ. ક્રાઈમ બ્રાન્ચે 'જનાદેશ' ન્યૂઝ પેપરના તંત્રી રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરી. આરોપી SMC માં વગ હોવાનું જણાવી, આવાસ માટે ₹12-13 લાખ અને નોકરી માટે ₹15 લાખ લેતો હતો. 16 ભોગ બનનારાઓ પાસેથી ₹2.42 કરોડ પડાવ્યા, અને નકલી 'EC કોડ' મોકલી છેતરપિંડી કરતો હતો.