80 લાખની વસ્તી સામે માત્ર 21 FOOD Inspectors: ભેળસેળિયાઓને મોકળું મેદાન, રજૂઆતો છતાં પરિણામ શૂન્ય.
80 લાખની વસ્તી સામે માત્ર 21 FOOD Inspectors: ભેળસેળિયાઓને મોકળું મેદાન, રજૂઆતો છતાં પરિણામ શૂન્ય.
Published on: 24th February, 2026

સુરતમાં નકલી ઘી અને પનીરના વેચાણની ફરિયાદો વધી રહી છે, પણ કાર્યવાહી માટે આરોગ્ય તંત્ર પાંગળું છે. 80 લાખની વસ્તી માટે માત્ર 21 FOOD Inspectors છે. હજારો એકમો સામે આટલા ઓછા સ્ટાફને લીધે સેમ્પલિંગ માત્ર નામ પૂરતું જ છે. કોર્પોરેટરોની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય છે, અને ભરતીની વાતો માત્ર કાગળ પર જ છે. આથી ભેળસેળિયાઓને મોકળું મેદાન મળ્યું છે.