SBI બેંક લૂંટના 2 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા.
SBI બેંક લૂંટના 2 આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા.
Published on: 05th May, 2026

સુરત SBI બેંકની 50 લાખની લૂંટના આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડાથી ઝડપાયા. ક્રાઈમ બ્રાંચે બે આરોપી શુભમ કુમાર અજિત ઠાકુર અને વિકાસસિંઘ અરુણકુમારસિંઘને પકડી પાડ્યા. બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ સુરત લાવી રહી છે. આ લૂંટ 27 એપ્રિલે ધોળે દિવસે SBI બેંક, વરાછામાં થઈ હતી.